Posts

इस तरह बनाये ओट उत्पम की बच्चे भी उंगलिया चाटते रह जाएंगे।

Image
 सामग्री:  •1 कप ओट (पिसा हुआ)•½ कप सूजी•1 कप दही•1 मध्यम बारीक कटा हुआ प्याज़•2 बड़े चम्मच गाज़र (कद्दूकस करी हुई)•2 बड़े चम्मच पत्तागोभी (बारीक कटी या कद्दूकस करी हुई)•2 बड़े चम्मच शिमला मिर्च (ककद्दूकस करा हुआ)•1-2 हरी मिर्च बारीक कटी हुई•1 बड़ा चम्मच हरी धनिया•स्वादानुसार नमक बनाने की विधि: •एक बड़े बर्तन में सूजी,ओट, दही और थोडा पानी डाल के अच्छे से मिला दे और इस मिश्रण को आधे घंटे के लिए ढक के रख दे. •आधे घंटे के बाद मिश्रण में सारी सब्जिया और नमक मिला कर डोसे के मिश्रण जैसा मिश्रण तैयार करले. •एक नॉन स्टिक तवा या पैन गरम  करके उसमे थोडा तेल डाल के उसे चिकना कर ले. फिर एक बड़ा चम्मच मिश्रण डाल के गोल पतला या मोटा अपनी पसंद के अनुसार फैला दे. धीमी आंच करके हर तरफ से थोडा तेल डाल दे. जब उतपम किनारे से उठने लगे तो पलट दे और दूसरी तरफ से भी थोडा तेल डाल के सेक ले. •तवे से उतार के गरम गरम और स्वादिष्ट उत्तपम नारियल की चटनी या किसी भी मनपसंद चटनी के साथ परोसे. •टिप्स: उत्तपम की साइज मीडियम रखे क्योंकि ज्यादा बड़े उत्पम पलटने में टूट जायेंगे. बच्चो ...

कच्चे आम की खट्टी खट्टी चटनी इस तरह बनाये।

Image
काला नमक- ½ छोटी चम्मच कच्चा आम- 1 हरा धनिया- 2 कप (मोटा कटा हुआ) फूदीने के पत्ते- ½ कप हींग- 2 पिंच नमक- ½ छोटी चम्मच या स्वादानुसार भुना जीरा- 1 छोटी चम्मच अदरक का टुकड़ा- 1 इंच हरी मिर्च- 3 से 4 बनाने की रीत:  आम को साफ करके छील ले और छोटे टुकड़ों में काट लीजिए. छिले हुए अदरक को भी छोटे टुकड़ों में काट दीजिए. मिक्सर में  आम के टुकड़े, हरा धनिया, पुदीने के पत्ते और अदरक, हरी मिर्च, भुना जीरा, काला नमक, सादा नमक और हींग डाल दीजिए और इसमें आधा कप पानी डालिए और चटनी को एकदम बारीक पीस लीजिए. पिसी हुई चटनी को प्याली में निकाल लीजिए. कच्चे आम की खट्टी-खट्टी चटनी तैयार है। समोसे, कचौड़ी, पकौड़े के साथ यह चटनी बहुत ही स्वादिष्ट लगती है. इस चटनी को फ्रिज में स्टोर करके 7 दिन तक खाया जा सकता है।

પાતાળીયા હનુમાનજી!

Image
        ભારત એક વિવિધતા વાળો દેશ છે જેમા હિંદૂ સંસ્કૃતિ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. હિંદૂ સંસ્કૃતિ માં દરેક લોકો પોતાની શ્રધ્ધા પ્રમાણે અલગ અલગ દેવો ને પૂજતા હોય છે એવી જ રીતે આજ હું અહીંયા ગુજરાત ના પીઠવડી ગામ ના  “હનુમાનજી મહારાજ” ની વાત કરી રહી છુ. એવુ કહેવામાં આવે છે કે એ જાત્તે પ્રગટ થયા છે.         તો ચાલો આ કેવી રીતે થયુ આ પાછળ ની પૂરી વાત તમને જણાવુ,        પીઠવડી એટલે મારા નાનાજી નુ ગામ. મારા નાનાજી ખૂબ વ્યાવહારિક , ગામ માં જાણીતા માણસ અને ભગવાન ના બહુ સારા ભક્ત. એમણે અને એમના કોઈ કુટુંબી ભાઈ એ મળી ને એક ખેતર માં પોતાનુ કામ ચાલુ કર્યુ. એવા માં એક રાત્રે મારા નાનાજી ને સપના માં હનુમાનજી મહારાજ દેખાયા, અને પોતે એ ખેતર ની આ જગ્યા માં હોવાથી ત્યાં ખોદકામ કરી ને પુરાવો મેળવી લેવાની વાત એમણે મારા નાનાજી ને સપના દ્વારા કહી.         નાનાજી એ એમની સાથે કામ કરી રહેલા એમના કુટુંબી ભાઈ ને આ વાત જણાવી પણ એમણે આ વાત ને હસી કાઢી અને વાત માનવાનો ઈન્કાર કરીને તેનુ અપમાન કરતા ની સાથે જ એ લપસી પડ્યા અને એમના...

તુલસી ના ફાયદાઓ

Image
હિંદૂ ધર્મ માં તુલસી ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ને પણ તુલસી અતિપ્રિય છે અને આ જ કારણ છે કે હિંદૂ ધર્મ માં તુલસી ની પૂજા કરવામાં આવે છે. તુલસી પવિત્ર હોવાની સાથે ઔષધીય ગુણો થી પણ ભરપુર છે, આયુર્વેદ માં તુલસી ના પત્રો નો ઊપયોગ ઘણા રોગો ના ઊપચાર માટે કરવામાં આવે છે. શ્વાસ ની બિમારી, મોઢા ના રોગો, દમ અને ફેફસાની બિમારીઓ માં તુલસી રામબાણ ઈલાજ બની રહે છે. તુલસી ના ફાયદાઓ: 1. રોગપ્રતિકારક ક્ષમતા વધારે 2. રોજ તુલસી ના 5 પાન પાણી સાથે પીવાથી મગજ ની ક્ષમતા વધે છે. 3. તુલસી ના તેલ ના 1-2 ટીપા નાક માં સરકાવતા જૂનો માથા નો દુખાવો અને માથાના ઘણા રોગો માં છૂટકારો મેળવી શકાય છે. 4. તુલસી નુ તેલ મોં પર લગાવવાથી ચહેરા પર નિખાર અને રંગત આવે છે. 5. શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણકારી છે. તેના નિયમિત સેવનથી ભારે વ્યક્તિનુ વજન ઘટે છે અને પાતળા વ્યક્તિનુ વજન વધે છે એટલે કે તુલસી શરીરનુ વજન સરેરાશ રીતે નિયંત્રિત કરે છે. 6. ચા બનાવતી વખતે તુલસીના કેટલાક પાનની સાથે ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને માંસપેશિયોના દુ:ખાવામાં રાહત અનુભવાય છે 7. બપોરે ભોજ...

આ ન્યાય બરાબર છે?

Image
    “રવિ, જો તારા દીકરા એ શું કર્યું છે?” એ નાનું બાળક તેની મમ્મી ની પાછળ સંતાઇને તેના પપ્પાને એક આંખેથી જોઈ રહ્યું હતું. “મારી પાછળ શા માટે સંતાઈ રહ્યો છે? જા, અને તારા પપ્પાને કહે કે તે શું કર્યું છે.” ગ્રીષ્મા એ કહ્યુ. “અરે ગ્રીષ્મા, નાના બાળક પર તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે?” રવિ એ બાળકને પોતાની તરફ આવવાનું ઈશારો કરતા કહ્યું. બાળકે માથું ધુણાવીને  રવિ તરફ જવાની ના પાડી અને તેની મમ્મી ની પાછળ સંતાવાનુ ચાલુ રાખ્યુ. “અર્જૂન, તને પપ્પા બોલાવે છે ને? તો જા એમની પાસે અને કહે એમને કે તે શું કર્યું છે.” છતાં પણ બાળક તેની મમ્મી ની પાછળથી બહાર નહોતો આવી રહ્યો અને હવે તેના મમ્મી ના દુપટ્ટા નો તે સંતાવા માટે ઉપયોગ કરી રહ્યો હતો. રવિ તે બાળક પાસે ગયો અને ઘુંટણિયા ભર અર્જૂન ની સામે બેસી ગયો અને ગ્રીષ્મા ત્યાંથી ખસી ગઈ. “મારા દીકરાએ શું કર્યું છે અને તે ડેડી થી આટલો ડરી કેમ રહ્યો છે?” રવિ એ વ્હાલ થી પુછ્યુ. “આ જો, પેન્સિલ બોક્સ” ગ્રીષ્મા તેના હાથ માં લઈ ને રવિ ને બતાવી રહી હતી જેના ઉપર અર્જુન નુ ફેવરિટ કાર્ટૂન દોરેલુ હતું.  “આ અર્જુન એની સ્કૂલમાંથી કોઈનું ચોરીન...

ચાંદ નહિ, સૂરજ પસંદ હૈ!

Image
આદિ ચાલ ને હવે લગ્ન કરી લઈએ! મારાથી તો હવે તારી સાથે લાઈફટાઈમ નુ બુકીંગ કરાવવાની રાહ જ નથી જોવાતી.  “નિયા એ કહ્યુ”        “હમ્મમ..” છેલ્લા બે વર્ષ થી નિયા આદિ નો આવો ટૂંકો અને મંજૂરી ન હોય એવો જવાબ સાંભળીને વાત બદલી નાખતી.        “આદિ....ઇઇઇઇ,ધીમે બાઈક ચલાવ ને, હમણા જ આ ટ્રક આપણી લાશ બીછાવી દેત. મારૂ હ્રદય હાથ માં આવતુ આવતુ માંડ બચ્યુ, સ્ટુપીડ! "80 ની સ્પીડે ચાલતી  આદિ ની બાઈક માં પાછળ બેસેલી નિયા ટ્રક સાથે એક્સિડેન્ટ થતા માંડ અટક્યુ એટલે ખૂબ ઘબરાઈ ગઈ અને ગુસ્સા થી આદિ ને ટપલી મારી ને તેને ઠપકો આપી રહી હતી."       “ મેડમ, એટલે જ કહુ છુ તમને મારી સાથે અઘરુ પડશે, ઓડી માં ફરતી છોકરી ને બાઈક માં ડર જ લાગે ને!" આદિ એ નિયા ની ખુશી પર ઠંડુ પાણી રેડી દીધુ હોય એમ અચાનક નિયા ના ચહેરા ની ખુશી ઓલવાઈ ગઈ.  થોડી વાર શાંતિ છવાઈ જતા આદિ એ અચાનક જ જોરથી બ્રેક મારી ને નિયા ને છંછેડવાની કોશિશ કરી.        “ શુ છે પણ?” નિયા ગુસ્સા થી બોલી.        “ નિયુ તારે આમ  હવા ની જેમ ઉડતા ઉડતા અચ...

મમ્મી-પપ્પા ને પત્ર..!

Image
ડીયર મમ્મી-પપ્પા,            મારા માટે મારા જીવન માં મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ અંતર નથી. કારણકે હું જેટલી નજીક પપ્પા ને છું એટલી મમ્મી ને પણ! મેં આજ સુધી માં જીવન ની બધી જ વાતો તમને બંને ને સાથે જ કરી છે કારણકે તમારા બંને તરફ થી એટલી સ્વતંત્રતા મળી છે કે મારે ક્યારેય દિલ ની વાત કરવા માટે તમારા બંને માંથી કોઈ એક ને પસંદ કરવાની જરૂર જ નથી પડી. એટલે મેં વિચાર્યુ કે તમારા બન્ને માટે સાથે જ લખી નાખુ.                તમારા માટે શબ્દો તો હું જેટલા લખુ એટલા ઓછા છે કે જે હું તમારી કેટલી આભારી છુ એ તમને જણાવી શકે! હું આજ જે કંઈપણ છું એ બનવા માટે તમારો સપોર્ટ હું ક્યારેય ન ભુલી શકુ. તમને માતા-પિતા કરતા મેં મારા ગાઢ મિત્ર વધારે સમજ્યા છે. અને હવે નજીક ના સમય માં જ મારે તમારા થી આખા જીવન માટે દૂર સાસરે જવાનુ છે એ વાત મને તમારા પ્રત્યે ના પ્રેમ ની અનુભૂતિ વધારે કરાવી રહી છે. તમને ખબર છે પપ્પા, “તુજકો ના દેખુ તો જી ઘબરાતા હૈ...” સોંગ સાંભળી ને હું દરેક વખતે રડી પડુ છુ કારણકે એ સોં...