મમ્મી-પપ્પા ને પત્ર..!
ડીયર મમ્મી-પપ્પા, મારા માટે મારા જીવન માં મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ અંતર નથી. કારણકે હું જેટલી નજીક પપ્પા ને છું એટલી મમ્મી ને પણ! મેં આજ સુધી માં જીવન ની બધી જ વાતો તમને બંને ને સાથે જ કરી છે કારણકે તમારા બંને તરફ થી એટલી સ્વતંત્રતા મળી છે કે મારે ક્યારેય દિલ ની વાત કરવા માટે તમારા બંને માંથી કોઈ એક ને પસંદ કરવાની જરૂર જ નથી પડી. એટલે મેં વિચાર્યુ કે તમારા બન્ને માટે સાથે જ લખી નાખુ. તમારા માટે શબ્દો તો હું જેટલા લખુ એટલા ઓછા છે કે જે હું તમારી કેટલી આભારી છુ એ તમને જણાવી શકે! હું આજ જે કંઈપણ છું એ બનવા માટે તમારો સપોર્ટ હું ક્યારેય ન ભુલી શકુ. તમને માતા-પિતા કરતા મેં મારા ગાઢ મિત્ર વધારે સમજ્યા છે. અને હવે નજીક ના સમય માં જ મારે તમારા થી આખા જીવન માટે દૂર સાસરે જવાનુ છે એ વાત મને તમારા પ્રત્યે ના પ્રેમ ની અનુભૂતિ વધારે કરાવી રહી છે. તમને ખબર છે પપ્પા, “તુજકો ના દેખુ તો જી ઘબરાતા હૈ...” સોંગ સાંભળી ને હું દરેક વખતે રડી પડુ છુ કારણકે એ સોં...