તુલસી ના ફાયદાઓ
હિંદૂ ધર્મ માં તુલસી ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ને પણ તુલસી અતિપ્રિય છે અને આ જ કારણ છે કે હિંદૂ ધર્મ માં તુલસી ની પૂજા કરવામાં આવે છે.
તુલસી પવિત્ર હોવાની સાથે ઔષધીય ગુણો થી પણ ભરપુર છે, આયુર્વેદ માં તુલસી ના પત્રો નો ઊપયોગ ઘણા રોગો ના ઊપચાર માટે કરવામાં આવે છે.
શ્વાસ ની બિમારી, મોઢા ના રોગો, દમ અને ફેફસાની બિમારીઓ માં તુલસી રામબાણ ઈલાજ બની રહે છે.
તુલસી ના ફાયદાઓ:
1. રોગપ્રતિકારક ક્ષમતા વધારે
2. રોજ તુલસી ના 5 પાન પાણી સાથે પીવાથી મગજ ની ક્ષમતા વધે છે.
3. તુલસી ના તેલ ના 1-2 ટીપા નાક માં સરકાવતા જૂનો માથા નો દુખાવો અને માથાના ઘણા રોગો માં છૂટકારો મેળવી શકાય છે.
4. તુલસી નુ તેલ મોં પર લગાવવાથી ચહેરા પર નિખાર અને રંગત આવે છે.
5. શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણકારી છે. તેના નિયમિત સેવનથી ભારે વ્યક્તિનુ વજન ઘટે છે અને પાતળા વ્યક્તિનુ વજન વધે છે એટલે કે તુલસી શરીરનુ વજન સરેરાશ રીતે નિયંત્રિત કરે છે.
6. ચા બનાવતી વખતે તુલસીના કેટલાક પાનની સાથે ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને માંસપેશિયોના દુ:ખાવામાં રાહત અનુભવાય છે
7. બપોરે ભોજન પછી તુલસીના પાન ચાવવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.
8. ગંદા પાણીમાં તુલસીના થોડા તાજા પાન નાખવાથી પાણીનુ શુધ્ધિકરણ કરી શકાય છે.
9. તુલસી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત કરવાની ક્ષમતા રાખે છે.
10. ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.
11. શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.
આ તુલસી ના ફાયદાઓ છે, તો આજથી જ તુલસી નો ઊપયોગ શરૂ કરો અને નિરોગી અને સ્વસ્થ રહો.
Comments
Post a Comment