ચાંદ નહિ, સૂરજ પસંદ હૈ!


આદિ ચાલ ને હવે લગ્ન કરી લઈએ! મારાથી તો હવે તારી સાથે લાઈફટાઈમ નુ બુકીંગ કરાવવાની રાહ જ નથી જોવાતી.  “નિયા એ કહ્યુ”
       “હમ્મમ..” છેલ્લા બે વર્ષ થી નિયા આદિ નો આવો ટૂંકો અને મંજૂરી ન હોય એવો જવાબ સાંભળીને વાત બદલી નાખતી.
       “આદિ....ઇઇઇઇ,ધીમે બાઈક ચલાવ ને, હમણા જ આ ટ્રક આપણી લાશ બીછાવી દેત. મારૂ હ્રદય હાથ માં આવતુ આવતુ માંડ બચ્યુ, સ્ટુપીડ! "80 ની સ્પીડે ચાલતી  આદિ ની બાઈક માં પાછળ બેસેલી નિયા ટ્રક સાથે એક્સિડેન્ટ થતા માંડ અટક્યુ એટલે ખૂબ ઘબરાઈ ગઈ અને ગુસ્સા થી આદિ ને ટપલી મારી ને તેને ઠપકો આપી રહી હતી."
      “ મેડમ, એટલે જ કહુ છુ તમને મારી સાથે અઘરુ પડશે, ઓડી માં ફરતી છોકરી ને બાઈક માં ડર જ લાગે ને!" આદિ એ નિયા ની ખુશી પર ઠંડુ પાણી રેડી દીધુ હોય એમ અચાનક નિયા ના ચહેરા ની ખુશી ઓલવાઈ ગઈ.
 થોડી વાર શાંતિ છવાઈ જતા આદિ એ અચાનક જ જોરથી બ્રેક મારી ને નિયા ને છંછેડવાની કોશિશ કરી.
       “ શુ છે પણ?” નિયા ગુસ્સા થી બોલી.
       “ નિયુ તારે આમ  હવા ની જેમ ઉડતા ઉડતા અચાનક બેસી નહિ જવાનુ યાર, આઈ ડોન્ટ લાઈક ઈટ!” આદિ એ બાઈક સ્ટોપ કરી અને નિયા પાછળ થી ઊતરી ને આદિ ની સામે આવી ગઈ. રસ્તા પર કોઈ ન હોવાને લીધે ચારે બાજૂ શાંતિ પથરાયેલી હતી.
        “ ઓહ.. તો મારે શુ કરવુ જોઈએ? મેં તને એ વાત દરેક વખતે વચ્ચે ન લાવવા કેટલી વખત કહ્યુ છે? આઈ ઓલરેડી નો એવરીથીંગ અબાઊટ યુ, તુ મારી સામે દરેક વખતે વિશ્વ નો સૌથી ગરીબ માણસ હોય  એવો જ વર્તાવ કેમ કરે છે?  કમમ...ઓનન મેન! તુ હવે દરેક મહિને 2 લાખ થી પણ વધારે કમાય છે, જસ્ટ ગ્રો અપ! તુ મને પ્રોમિસ કર કે હવે આવી વાતો ક્યારેય નહિ કરીશ.” નિયા એ આદિ નો હાથ પકડી ને કહ્યુ.
          “ નિયા, તો પણ તારા પપ્પા કરતા તો ઓછુ જ કમાઉ છુ, એમની જેમ તારી દરેક ઈચ્છાઓ પુરી કરી શકીશ કે નહિ એનો મને હજુ ડાઉટ છે. તુ મારી સાથે ચાંદ- તારા ની માંગણી જેવડા સપનાઓ જોઈ શકે એટલો હજુ હુ લાયક નથી બન્યો અને બની જઈશ ત્યારે જ આપણે લગ્ન કરીશુ!” આદિ હંમેશા ની જેમ પોતાની વાત પર અડગ રહ્યો અને નિયા ના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો.
           “ આદિ મેં ક્યારેય તારી પાસે એવી માંગણી પણ નથી કરી, આવી જીદ છોડી દે ને! અને એમ પણ મને ચાંદ નહિ , સૂરજ  ગમે છે કારણકે ચંદ્ર ની શીતળતા કરતા સૂર્ય નો પ્રકાશ મને વધારે વ્હાલો છે, તારા નામ નો અર્થ જ સૂરજ થાય છે આદિત્ય! એટલે સૂરજ તો મને ઓલરેડી મળી ચૂક્યો છે, હવે મને બીજૂ કંઈ નથી જોઈતુ”  નિયા એ આદિ નો ગાલ હળવેથી ખેંચતા કહ્યુ.
          આદિ નિયા ની વાત પર હસી પડ્યો. “તને ખબર છે, તારી આવી વાતો જ મને તારા તરફ વધારે ખેંચે છે” આદિ એ નિયા ને પોતાની નજીક ખેંચી ને તેના ગાલ ને ચૂમી લીધો.
         “ નિયા હુ જાણુ છુ તુ મારી પરિસ્થિતી પ્રમાણે જ મારી સાથે રહીશ, ક્યારેય કોઈ માંગણી નહિ કરે પણ હું એવુ ઈચ્છતો જ નથી કે તારે મારી સામે માંગણી કરતા પહેલા વિચારવુ પડે કે તારે કોઈપણ ઈચ્છા માં બાંધછોડ કરવી પડે. નેક્સ્ટ મન્થ માં મારા બોસ ઓફિસ વેચી રહ્યા છે જે હું ખરીદી રહ્યો છુ અને ઓફિસ નો માલિક બનતા જ તારા પપ્પા પાસે તારો હાથ માંગવા તારા ઘરે આવીશ.”
            “ વોઓઓટટ? ઈટ્સ એન અમેઝિંગ ન્યુઝ! કોન્ગ્રેચ્યુલેશન માય લવ! આવડી મોટી વાત તે મારાથી અત્યાર સુધી છુપાવી કેમ રાખી?” નિયા ની આંખો ખુશી થી ભીની થઈ ગઈ.
          “ તને સરપ્રાઈઝ આપવી હતી એટલે.., ચાલ હવે પાછી બાઈક માં બેસી જા તને ઘરે મુકી જઉ” આદિ એ કહ્યુ.
નિયા ખૂબ ખૂશ હતી અને બાઈક મા બેસતા ની સાથે જ આદિ ને પાછળ થી વળગી પડી, આદિ પણ નિયા થી અલગ થવા ન માંગતો હોય એમ ધીમે ધીમે બાઈક ચલાવતો રહ્યો.

           
         

Comments

Popular posts from this blog

મમ્મી-પપ્પા ને પત્ર..!

મારો પરિચય

तो ये है तापसी पन्नू की सुंदरता का राज़