ચાંદ નહિ, સૂરજ પસંદ હૈ!
આદિ ચાલ ને હવે લગ્ન કરી લઈએ! મારાથી તો હવે તારી સાથે લાઈફટાઈમ નુ બુકીંગ કરાવવાની રાહ જ નથી જોવાતી. “નિયા એ કહ્યુ” “હમ્મમ..” છેલ્લા બે વર્ષ થી નિયા આદિ નો આવો ટૂંકો અને મંજૂરી ન હોય એવો જવાબ સાંભળીને વાત બદલી નાખતી. “આદિ....ઇઇઇઇ,ધીમે બાઈક ચલાવ ને, હમણા જ આ ટ્રક આપણી લાશ બીછાવી દેત. મારૂ હ્રદય હાથ માં આવતુ આવતુ માંડ બચ્યુ, સ્ટુપીડ! "80 ની સ્પીડે ચાલતી આદિ ની બાઈક માં પાછળ બેસેલી નિયા ટ્રક સાથે એક્સિડેન્ટ થતા માંડ અટક્યુ એટલે ખૂબ ઘબરાઈ ગઈ અને ગુસ્સા થી આદિ ને ટપલી મારી ને તેને ઠપકો આપી રહી હતી." “ મેડમ, એટલે જ કહુ છુ તમને મારી સાથે અઘરુ પડશે, ઓડી માં ફરતી છોકરી ને બાઈક માં ડર જ લાગે ને!" આદિ એ નિયા ની ખુશી પર ઠંડુ પાણી રેડી દીધુ હોય એમ અચાનક નિયા ના ચહેરા ની ખુશી ઓલવાઈ ગઈ. થોડી વાર શાંતિ છવાઈ જતા આદિ એ અચાનક જ જોરથી બ્રેક મારી ને નિયા ને છંછેડવાની કોશિશ કરી. “ શુ છે પણ?” નિયા ગુસ્સા થી બોલી. “ નિયુ તારે આમ હવા ની જેમ ઉડતા ઉડતા અચ...