Posts

Showing posts with the label બાળકો ની વાર્તા

આ ન્યાય બરાબર છે?

Image
    “રવિ, જો તારા દીકરા એ શું કર્યું છે?” એ નાનું બાળક તેની મમ્મી ની પાછળ સંતાઇને તેના પપ્પાને એક આંખેથી જોઈ રહ્યું હતું. “મારી પાછળ શા માટે સંતાઈ રહ્યો છે? જા, અને તારા પપ્પાને કહે કે તે શું કર્યું છે.” ગ્રીષ્મા એ કહ્યુ. “અરે ગ્રીષ્મા, નાના બાળક પર તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે?” રવિ એ બાળકને પોતાની તરફ આવવાનું ઈશારો કરતા કહ્યું. બાળકે માથું ધુણાવીને  રવિ તરફ જવાની ના પાડી અને તેની મમ્મી ની પાછળ સંતાવાનુ ચાલુ રાખ્યુ. “અર્જૂન, તને પપ્પા બોલાવે છે ને? તો જા એમની પાસે અને કહે એમને કે તે શું કર્યું છે.” છતાં પણ બાળક તેની મમ્મી ની પાછળથી બહાર નહોતો આવી રહ્યો અને હવે તેના મમ્મી ના દુપટ્ટા નો તે સંતાવા માટે ઉપયોગ કરી રહ્યો હતો. રવિ તે બાળક પાસે ગયો અને ઘુંટણિયા ભર અર્જૂન ની સામે બેસી ગયો અને ગ્રીષ્મા ત્યાંથી ખસી ગઈ. “મારા દીકરાએ શું કર્યું છે અને તે ડેડી થી આટલો ડરી કેમ રહ્યો છે?” રવિ એ વ્હાલ થી પુછ્યુ. “આ જો, પેન્સિલ બોક્સ” ગ્રીષ્મા તેના હાથ માં લઈ ને રવિ ને બતાવી રહી હતી જેના ઉપર અર્જુન નુ ફેવરિટ કાર્ટૂન દોરેલુ હતું.  “આ અર્જુન એની સ્કૂલમાંથી કોઈનું ચોરીન...