Posts

Showing posts from July, 2019

પાતાળીયા હનુમાનજી!

Image
        ભારત એક વિવિધતા વાળો દેશ છે જેમા હિંદૂ સંસ્કૃતિ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. હિંદૂ સંસ્કૃતિ માં દરેક લોકો પોતાની શ્રધ્ધા પ્રમાણે અલગ અલગ દેવો ને પૂજતા હોય છે એવી જ રીતે આજ હું અહીંયા ગુજરાત ના પીઠવડી ગામ ના  “હનુમાનજી મહારાજ” ની વાત કરી રહી છુ. એવુ કહેવામાં આવે છે કે એ જાત્તે પ્રગટ થયા છે.         તો ચાલો આ કેવી રીતે થયુ આ પાછળ ની પૂરી વાત તમને જણાવુ,        પીઠવડી એટલે મારા નાનાજી નુ ગામ. મારા નાનાજી ખૂબ વ્યાવહારિક , ગામ માં જાણીતા માણસ અને ભગવાન ના બહુ સારા ભક્ત. એમણે અને એમના કોઈ કુટુંબી ભાઈ એ મળી ને એક ખેતર માં પોતાનુ કામ ચાલુ કર્યુ. એવા માં એક રાત્રે મારા નાનાજી ને સપના માં હનુમાનજી મહારાજ દેખાયા, અને પોતે એ ખેતર ની આ જગ્યા માં હોવાથી ત્યાં ખોદકામ કરી ને પુરાવો મેળવી લેવાની વાત એમણે મારા નાનાજી ને સપના દ્વારા કહી.         નાનાજી એ એમની સાથે કામ કરી રહેલા એમના કુટુંબી ભાઈ ને આ વાત જણાવી પણ એમણે આ વાત ને હસી કાઢી અને વાત માનવાનો ઈન્કાર કરીને તેનુ અપમાન કરતા ની સાથે જ એ લપસી પડ્યા અને એમના હાથ માં ગંભીર ઈજા થઈ. રાત નો સમય હોવાને કારણે હોસ્પિટલ જવા માટે મદદ મળવી પણ ઘણી મુશ

તુલસી ના ફાયદાઓ

Image
હિંદૂ ધર્મ માં તુલસી ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ને પણ તુલસી અતિપ્રિય છે અને આ જ કારણ છે કે હિંદૂ ધર્મ માં તુલસી ની પૂજા કરવામાં આવે છે. તુલસી પવિત્ર હોવાની સાથે ઔષધીય ગુણો થી પણ ભરપુર છે, આયુર્વેદ માં તુલસી ના પત્રો નો ઊપયોગ ઘણા રોગો ના ઊપચાર માટે કરવામાં આવે છે. શ્વાસ ની બિમારી, મોઢા ના રોગો, દમ અને ફેફસાની બિમારીઓ માં તુલસી રામબાણ ઈલાજ બની રહે છે. તુલસી ના ફાયદાઓ: 1. રોગપ્રતિકારક ક્ષમતા વધારે 2. રોજ તુલસી ના 5 પાન પાણી સાથે પીવાથી મગજ ની ક્ષમતા વધે છે. 3. તુલસી ના તેલ ના 1-2 ટીપા નાક માં સરકાવતા જૂનો માથા નો દુખાવો અને માથાના ઘણા રોગો માં છૂટકારો મેળવી શકાય છે. 4. તુલસી નુ તેલ મોં પર લગાવવાથી ચહેરા પર નિખાર અને રંગત આવે છે. 5. શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણકારી છે. તેના નિયમિત સેવનથી ભારે વ્યક્તિનુ વજન ઘટે છે અને પાતળા વ્યક્તિનુ વજન વધે છે એટલે કે તુલસી શરીરનુ વજન સરેરાશ રીતે નિયંત્રિત કરે છે. 6. ચા બનાવતી વખતે તુલસીના કેટલાક પાનની સાથે ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને માંસપેશિયોના દુ:ખાવામાં રાહત અનુભવાય છે 7. બપોરે ભોજ

આ ન્યાય બરાબર છે?

Image
    “રવિ, જો તારા દીકરા એ શું કર્યું છે?” એ નાનું બાળક તેની મમ્મી ની પાછળ સંતાઇને તેના પપ્પાને એક આંખેથી જોઈ રહ્યું હતું. “મારી પાછળ શા માટે સંતાઈ રહ્યો છે? જા, અને તારા પપ્પાને કહે કે તે શું કર્યું છે.” ગ્રીષ્મા એ કહ્યુ. “અરે ગ્રીષ્મા, નાના બાળક પર તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે?” રવિ એ બાળકને પોતાની તરફ આવવાનું ઈશારો કરતા કહ્યું. બાળકે માથું ધુણાવીને  રવિ તરફ જવાની ના પાડી અને તેની મમ્મી ની પાછળ સંતાવાનુ ચાલુ રાખ્યુ. “અર્જૂન, તને પપ્પા બોલાવે છે ને? તો જા એમની પાસે અને કહે એમને કે તે શું કર્યું છે.” છતાં પણ બાળક તેની મમ્મી ની પાછળથી બહાર નહોતો આવી રહ્યો અને હવે તેના મમ્મી ના દુપટ્ટા નો તે સંતાવા માટે ઉપયોગ કરી રહ્યો હતો. રવિ તે બાળક પાસે ગયો અને ઘુંટણિયા ભર અર્જૂન ની સામે બેસી ગયો અને ગ્રીષ્મા ત્યાંથી ખસી ગઈ. “મારા દીકરાએ શું કર્યું છે અને તે ડેડી થી આટલો ડરી કેમ રહ્યો છે?” રવિ એ વ્હાલ થી પુછ્યુ. “આ જો, પેન્સિલ બોક્સ” ગ્રીષ્મા તેના હાથ માં લઈ ને રવિ ને બતાવી રહી હતી જેના ઉપર અર્જુન નુ ફેવરિટ કાર્ટૂન દોરેલુ હતું.  “આ અર્જુન એની સ્કૂલમાંથી કોઈનું ચોરીને લાવ્યો છે, મેં તે

ચાંદ નહિ, સૂરજ પસંદ હૈ!

Image
આદિ ચાલ ને હવે લગ્ન કરી લઈએ! મારાથી તો હવે તારી સાથે લાઈફટાઈમ નુ બુકીંગ કરાવવાની રાહ જ નથી જોવાતી.  “નિયા એ કહ્યુ”        “હમ્મમ..” છેલ્લા બે વર્ષ થી નિયા આદિ નો આવો ટૂંકો અને મંજૂરી ન હોય એવો જવાબ સાંભળીને વાત બદલી નાખતી.        “આદિ....ઇઇઇઇ,ધીમે બાઈક ચલાવ ને, હમણા જ આ ટ્રક આપણી લાશ બીછાવી દેત. મારૂ હ્રદય હાથ માં આવતુ આવતુ માંડ બચ્યુ, સ્ટુપીડ! "80 ની સ્પીડે ચાલતી  આદિ ની બાઈક માં પાછળ બેસેલી નિયા ટ્રક સાથે એક્સિડેન્ટ થતા માંડ અટક્યુ એટલે ખૂબ ઘબરાઈ ગઈ અને ગુસ્સા થી આદિ ને ટપલી મારી ને તેને ઠપકો આપી રહી હતી."       “ મેડમ, એટલે જ કહુ છુ તમને મારી સાથે અઘરુ પડશે, ઓડી માં ફરતી છોકરી ને બાઈક માં ડર જ લાગે ને!" આદિ એ નિયા ની ખુશી પર ઠંડુ પાણી રેડી દીધુ હોય એમ અચાનક નિયા ના ચહેરા ની ખુશી ઓલવાઈ ગઈ.  થોડી વાર શાંતિ છવાઈ જતા આદિ એ અચાનક જ જોરથી બ્રેક મારી ને નિયા ને છંછેડવાની કોશિશ કરી.        “ શુ છે પણ?” નિયા ગુસ્સા થી બોલી.        “ નિયુ તારે આમ  હવા ની જેમ ઉડતા ઉડતા અચાનક બેસી નહિ જવાનુ યાર, આઈ ડોન્ટ લાઈક ઈટ!” આદિ એ બાઈક સ્ટોપ કરી અને નિયા પાછળ થી ઊતરી ને આદિ ની સામ

મમ્મી-પપ્પા ને પત્ર..!

Image
ડીયર મમ્મી-પપ્પા,            મારા માટે મારા જીવન માં મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ અંતર નથી. કારણકે હું જેટલી નજીક પપ્પા ને છું એટલી મમ્મી ને પણ! મેં આજ સુધી માં જીવન ની બધી જ વાતો તમને બંને ને સાથે જ કરી છે કારણકે તમારા બંને તરફ થી એટલી સ્વતંત્રતા મળી છે કે મારે ક્યારેય દિલ ની વાત કરવા માટે તમારા બંને માંથી કોઈ એક ને પસંદ કરવાની જરૂર જ નથી પડી. એટલે મેં વિચાર્યુ કે તમારા બન્ને માટે સાથે જ લખી નાખુ.                તમારા માટે શબ્દો તો હું જેટલા લખુ એટલા ઓછા છે કે જે હું તમારી કેટલી આભારી છુ એ તમને જણાવી શકે! હું આજ જે કંઈપણ છું એ બનવા માટે તમારો સપોર્ટ હું ક્યારેય ન ભુલી શકુ. તમને માતા-પિતા કરતા મેં મારા ગાઢ મિત્ર વધારે સમજ્યા છે. અને હવે નજીક ના સમય માં જ મારે તમારા થી આખા જીવન માટે દૂર સાસરે જવાનુ છે એ વાત મને તમારા પ્રત્યે ના પ્રેમ ની અનુભૂતિ વધારે કરાવી રહી છે. તમને ખબર છે પપ્પા, “તુજકો ના દેખુ તો જી ઘબરાતા હૈ...” સોંગ સાંભળી ને હું દરેક વખતે રડી પડુ છુ કારણકે એ સોંગ તમે મારા માટે ગાઈ રહ્યા હોય એવુ લાગે અને એ લાગણી મને ખૂબ જ રડાવી મૂકે.!! એ સાંભળુ ત્યારે ખરેખર મને સમજાય કે તમારા બન્

ડાયાબિટીસ શુ છે? બચવાના ઊપાયો

ડાયાબિટીસ (મધુપ્રમેહ) એટલે શું?        મનુષ્ય ના લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય અથવા માનવ શરીર તેનો બરાબર ઊપયોગ ન કરી શકે તેને ડાયાબિટીસ કહેવાય છે. સામાન્ય રીતે લોહીમાં રહેલી સુગર કોષો માં જઈને તેને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે જેથી રોજિંદા જીવન માં કામ કરવાની ઊર્જા પ્રાપ્ત થઈ શકે પરંતુ ડાયાબિટીસના કારણે આ પ્રક્રિયા માં ગરબડ થાય છે જેને કારણે શરીર ના અંગોને નુકસાન પહોચે છે અને યોગ્ય પ્રમાણમાં ઊર્જા મળી શકતી નથી.         મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. મધુપ્રમેહના લક્ષણોમાં મીઠો પેશાબ, અશક્તિ, આંખ માં નબળાઈ, તરસ અને ભુખ લાગ્યા રાખવી, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) જેવા જોવા મળે છે. છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને એ ગ્લુકોઝ નો પેશાબમાં નિકાલ થઈ જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે. ડાયાબિટીસ થી બચવા શું કરવુ? 1. ડાયાબિટીસ છે કે નહિ એ જાણવા લોહીની તપાસ કરાવો. FBS,PP2BS,HBA1C  જેવા રીપોર્ટ દ્વારા ડાયાબિટીસ ચકાસી શકાય છે. 2. પૌ

મારો પરિચય

Image
          હેય ફ્રેંડ્સ, કેમ છો બધા? હુ સ્નેહલ માંગરોળીયા. માત્રુભારતી પર બે વર્ષ લખ્યા પછી પોતાનો બ્લોગ બનાવવાની ઈચ્છા જાગી અને આજ હું અહિયા છુ. હું અત્યાર સુધી એક સ્ટુડેન્ટ( વિધ્યાર્થી) હતી અને હમણા થોડા સમય માટે જીવન માણવાનુ વિચારી ને આરામ પર છુ. અલગ અલગ વિષયો પર લખવુ એ મારો ગાંડો શોખ છે. હંમેશા વાંચતુ રહેવુ એ વ્યક્તિત્વ સુધારવા માટે નો સૌથી સારો રસ્તો છે એ વાત બાળપણ માં મને એક પુસ્તક દ્વારા જ જાણવા મળી હતી જેથી બાળપણ થી જ વાંચવાનો શોખ અથવા આદત પડી જે મારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ. અને હવે ઈન્ટરનેટ આપણા માટે એક વરદાન બની ને આવ્યુ છે. દૂનિયા ના કોઈપણ ખૂણે થી, કોઈપણ સમયે આપણે આપણા પસંદ ના વિષયો વાંચી શકીએ છીએ.          આજકાલ બીજી ભાષાઓ માં ઘણા આર્ટિકલ જોવા મળી રહ્યા છે પણ ગુજરાતી ભાષા માં સારા આર્ટિકલ જોઈને એક ગુજરાતી તરીકે ગર્વ થાય એ સ્વાભાવિક છે. એક સમય એવો હતો જ્યારે આપણા યંગસ્ટર્સ માં ગુજરાતી પ્રત્યે પ્રેમ ઓછો થતો જઈ રહ્યો હતો પણ હવે ગુજરાતી આર્ટિકલ ના પ્લેટફોર્મ દ્વારા દરેક વ્યક્તિ ગુજરાતી લખાણ વાંચવાનુ ખુબ પસંદ કરી રહ્યા છે એ જોઈને ખુશી મળે છે.          એક વખત મેં કોલેજ માં