ડાયાબિટીસ શુ છે? બચવાના ઊપાયો
ડાયાબિટીસ (મધુપ્રમેહ) એટલે શું?
મનુષ્ય ના લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય અથવા માનવ શરીર તેનો બરાબર ઊપયોગ ન કરી શકે તેને ડાયાબિટીસ કહેવાય છે. સામાન્ય રીતે લોહીમાં રહેલી સુગર કોષો માં જઈને તેને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે જેથી રોજિંદા જીવન માં કામ કરવાની ઊર્જા પ્રાપ્ત થઈ શકે પરંતુ ડાયાબિટીસના કારણે આ પ્રક્રિયા માં ગરબડ થાય છે જેને કારણે શરીર ના અંગોને નુકસાન પહોચે છે અને યોગ્ય પ્રમાણમાં ઊર્જા મળી શકતી નથી.
મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. મધુપ્રમેહના લક્ષણોમાં મીઠો પેશાબ, અશક્તિ, આંખ માં નબળાઈ, તરસ અને ભુખ લાગ્યા રાખવી, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) જેવા જોવા મળે છે. છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને એ ગ્લુકોઝ નો પેશાબમાં નિકાલ થઈ જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે.
ડાયાબિટીસ થી બચવા શું કરવુ?
1. ડાયાબિટીસ છે કે નહિ એ જાણવા લોહીની તપાસ કરાવો. FBS,PP2BS,HBA1C જેવા રીપોર્ટ દ્વારા ડાયાબિટીસ ચકાસી શકાય છે.
2. પૌષ્ટિક ખોરાક લો અને કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક ટાળો
3. કસરત કરો અને ચાલો.
કંટ્રોલ કરવા માટે શું કરવું?
• સ્વાસ્થયને નુકસાન ન થાય તે પ્રકારનો ખોરાક લેવો.
• તાજાં ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા ધાન્ય નો સમાવેશ ખોરાક માં વધારે કરવો.
• ખોરાકમાં રેસાવાળા ફળ, શાક વધારે લેવાં, ફણગાવેલાં કઠોળ વધારે લેવા.
દાળ, શાક, કઠોળમાં ખાંડ- ગોળ ન નાખવાં.
• લગ્નના રિસેપ્શન કે પાર્ટીમાં બને ત્યાં સુધી બાફેલાં ફરસાણ જેવા કે ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે ખાવાં.
• આઇસક્રીમ કે ડેઝર્ટ એકલા ખાવાને બદલે કોઇની સાથે વહેંચીને ખાવા.
• જમવાનું શરૂ કરતા પહેલા થોડું સલાડ ખાઇ લેવું અથવા એક ગ્લાસ છાશ પીવી.
• ધીરે-ધીરે જમવું કારણ કે જઠરમાંથી પેટ ભરાઇ ગયાનું સિગ્નલ મગજ સુધી પહોંચતાં સમય લાગે છે.
• નિયમિતપણે ભોજન લેવું. કામને લીધે મોડેથી અને ભરપેટ ન જમવું.
Comments
Post a Comment