મારો પરિચય

          હેય ફ્રેંડ્સ, કેમ છો બધા? હુ સ્નેહલ માંગરોળીયા. માત્રુભારતી પર બે વર્ષ લખ્યા પછી પોતાનો બ્લોગ બનાવવાની ઈચ્છા જાગી અને આજ હું અહિયા છુ. હું અત્યાર સુધી એક સ્ટુડેન્ટ( વિધ્યાર્થી) હતી અને હમણા થોડા સમય માટે જીવન માણવાનુ વિચારી ને આરામ પર છુ. અલગ અલગ વિષયો પર લખવુ એ મારો ગાંડો શોખ છે. હંમેશા વાંચતુ રહેવુ એ વ્યક્તિત્વ સુધારવા માટે નો સૌથી સારો રસ્તો છે એ વાત બાળપણ માં મને એક પુસ્તક દ્વારા જ જાણવા મળી હતી જેથી બાળપણ થી જ વાંચવાનો શોખ અથવા આદત પડી જે મારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ. અને હવે ઈન્ટરનેટ આપણા માટે એક વરદાન બની ને આવ્યુ છે. દૂનિયા ના કોઈપણ ખૂણે થી, કોઈપણ સમયે આપણે આપણા પસંદ ના વિષયો વાંચી શકીએ છીએ.
         આજકાલ બીજી ભાષાઓ માં ઘણા આર્ટિકલ જોવા મળી રહ્યા છે પણ ગુજરાતી ભાષા માં સારા આર્ટિકલ જોઈને એક ગુજરાતી તરીકે ગર્વ થાય એ સ્વાભાવિક છે. એક સમય એવો હતો જ્યારે આપણા યંગસ્ટર્સ માં ગુજરાતી પ્રત્યે પ્રેમ ઓછો થતો જઈ રહ્યો હતો પણ હવે ગુજરાતી આર્ટિકલ ના પ્લેટફોર્મ દ્વારા દરેક વ્યક્તિ ગુજરાતી લખાણ વાંચવાનુ ખુબ પસંદ કરી રહ્યા છે એ જોઈને ખુશી મળે છે.
         એક વખત મેં કોલેજ માં એડમિશન પ્રોસેસ માટે એક યુનિવર્સીટી માં ફોન લગાડ્યો જે બીજા રાજ્ય ની હતી. સામે થી ફોન રીસિવ થતા મેં હીન્દી માં વાત કરવાનુ ચાલુ કર્યુ, તો સામેથી જવાબ આવ્યો "તેલુગુ", એમની ભાષા મને એકદમ સરખી તો ન સમજાઈ પણ હું એટલુ જરૂર સમજી શકી કે એ માણસ મને ફક્ત તેલુગુ માં જ વાત કરવાનુ કહી રહ્યો છે. હવે તેલુગુ મને નહોતી આવડી રહી તો મેં અંગ્રેજી માં વાત કરી જોઈ તો પણ સામેવાળા માણસે મને ફરીથી "તેલુગુ" માં જ વાત કરવા કહ્યુ. મને નવાઈ લાગી કે આ લોકો ને એમની માતૃભાષા પર કેટલો પ્રેમ છે! આપણે ગુજરાતીઓ એ પણ પોતાની માતૃભાષા ને મહત્વ આપી ને તેનુ ગૌરવ વધારવુ એ આપણી જવાબદારી છે. કોઈપણ ભાષા એટલે રચવામાં આવી હોય છે કે માણસો ને એકબીજા સાથે સંવાદ કરવામાં સરળતા રહે. જો સામેવાળુ માણસ તમે જે બોલી રહ્યા છો એ ન સમજી શકતુ હોય તો પણ પોતાની જીદ ન છોડવી એ યોગ્ય નથી. હું અહીંયા માતૃભાષા પર આવો ગાંડો પ્રેમ બતાવવાનુ નથી જ કહી રહી પણ બીજી ભાષા ની ઘેલછા માં માતૃભાષા નુ મહત્વ ઓછુ ન અંકાવુ જોઈએ એ જ મારી આ વાત નુ તથ્ય છે.
         લવસ્ટોરી, રસોઈ, જ્યોતિષ થી લઈ ને મેડીકલ સુધી ના તમામ વિષયો નો સમાવેશ મારા આ બ્લોગ માં તમને દેખાશે, કારણકે મોટી મોટી વાતો કર્યા સિવાય એકદમ સાચુ કહુ તો નવરાશ ની પળો માં લીધેલુ જ્ઞાન તમને વહેંચી શકુ તો મને બહુ ખુશી થશે. હાહાહા!!          
       

ચાલો તો લાંબી વાતો કરવાનુ છોડી ને આજ થી આ સફર શરૂ કરીએ. વાંચક મિત્રો ની સલાહ હંમેશા આવકાર્ય રહેશે અથવા તમારી પસંદ ના વિષયો જણાવવા પણ તમે મારો સંપર્ક મારા ઈ-મેઈલ દ્વારા કરી શકો છો. મારુ ઈ-મેઈલ આઈડી: Snehalpatelsp53@gmail.com  

Comments

Post a Comment

Popular posts from this blog

तो ये है तापसी पन्नू की सुंदरता का राज़

आपका लिपस्टिक कलर क्या कहता है आपके बारे में?